ગોધરા: મોતીબાગ ખાતે અસમાજિક તત્વો ધ્વારા કરાયેલી મારામારી અંગે જિલ્લા વકીલ મંડળના પ્રમુખે પ્રતિક્રિયા આપી હતી
ગોધરાના મોતીબાગ ગરબા મહોત્સવમાં થયેલી મારામારીની ઘટનાને પંચમહાલ જિલ્લા વકીલ મંડળે સખ્ત શબ્દોમાં વખોડી કાઢી છે. મંડળે જણાવ્યું કે ભારતીય સંસ્કૃતિના તહેવાર નવરાત્રી દરમિયાન આવા હુમલા કરનારાઓને કાયદાની મર્યાદામાં બક્ષવા ન જોઈએ. વકીલ મંડળે જિલ્લા પોલીસ અધિક્ષકને લેખિત રજૂઆત કરી આવા અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે, જેથી સમાજમાં દાખલો બેસે અને આવા તત્વો ફરી માથું ન ઊંચકે, સમગ્ર મામલે ચિરાગ પરીખે માહિતી આપી હતી.