સાવલી: શેરપુરા ગામ નજીક સાવલી હાલોલ રોડ પર આઇસર ચાલકે ટક્કર મારતા એક વ્યક્તિ ઈજાગ્રસ્ત
શેરપુરા ગામ નજીક સાવલી હાલોલ રોડ પર વિનોદભાઈ તેમજ મનહરભાઈ અને અરવિંદભાઈ ખેતરમાંથી વરસાદનું પાણી બહાર કાઢવા માટે જતા હોય જે દરમિયાન સાવલી હાલોલ રોડ ઉપર ચાલીને જતા હતા તે દરમિયાન આઇસર ચાલક પૂર ઝડપે આવેલ હોય અને વળાંક લઇ તેઓએ મનહર ભાઈને પાછળથી અથાડી એકસીડન્ટ કરેલ હોય જેથી મનહરભાઈ ની ઇજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.