લખપત: લખપત તાલુકાનાં ગામથી સગીર વયનાં બાળક- બાળકીનું અપહરણ થતા ચકચાર
Lakhpat, Kutch | Nov 2, 2025 લખપત તાલુકાનાં એક ગામમાંથી સગીર વયની બાળકીનું લગ્નની લાલચ આપી તેનું તથા તેની સાથે તેના નાના ભાઈનું તેરાના શખ્સે અપહરણ કર્યાની ફરિયાદ નોંધાવાઈ છે. આ અંગે દયાપર પોલીસ મથકે સગીર બાળકોના વાલીએ નોંધાવેલી ફરિયાદ મુજબ ગત તા. 28/10થી 30/10 દરમ્યાન ફરિયાદીના ઘરે આરોપી અંકુલ કારા કોલી (રહે. તેરા, તા. અબડાસા)એ પંદરેક વર્ષની ફરિયાદીની દીકરીને લગ્નની લાલચ આપી ફોસલાવીને તેનું તથા તેની સાથે ફરિયાદીના સગીર વયના દીકરાનું ફરિયાદીના કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી