ગોધરા શહેરના ભરચક બગીચા રોડ પર આવેલી એક કોમ્પ્યુટરની દુકાનમાં ચોરીનો પ્રયાસ થયો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. મધ્યરાત્રિએ તસ્કરોએ મ્યુનિસિપલ કોમ્પ્લેક્સમાં આવેલી આ દુકાનના શટર અને તાળા તોડવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, તેઓ દુકાનમાં પ્રવેશવામાં કે કોઈ સામાનની ચોરી કરવામાં નિષ્ફળ રહ્યા હતા અને ત્યાંથી ફરાર થઈ ગયા હતા. છેલ્લા કેટલાક સમયથી ગોધરા શહેરમાં ચોરી અને તસ્કરીની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. આ અગાઉ પણ શહેરના વિ