ચાણસ્મા તાલુકાના સેંધા ગામની સીમમાં એક ખેતરમાંથી એરંડા અને અજમાની બોરીઓની ચોરી થઈ છે. આ ઘટનામાં ખેડૂતને કુલ 70.000 રૂપિયાનું નુકસાન થયું છે. ભોગ બનનાર ખેડૂતે ચાણસ્મા પોલીસ મથકે અજાણ્યા ચોરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.સેંધા ગામના ઠાકોરવાસમાં રહેતા 55 વર્ષીય શાંતુજી ઉર્ફે બાબાજી કુંવરજી લાહાજી ઠાકોરે આ અંગે પોલીસ ફરિયાદ કરી છે. તેમની ફરિયાદ મુજબ, 23 ઓગસ્ટની રાત્રે. 8વાગ્યાથી 24 ઓગસ્ટની સવારે 7:30વાગ્યાના સમયગાળા દરમિયાન તેમના ખેતરમાંથી પાકની ચોરી થઈ