તળાજા: દાઠા ગામે જમીનના શેઢાના વિવાદમાં વૃદ્ધ ખેડૂત પર હુમલો, બે શખ્સો સામે ફરિયાદ નોંધાઈ
મળતી માહિતી મુજબ દાઠા ગામના રહેવાસી અને ખેડૂત તુલશીભાઈ રાણાભાઈ સોલંકી પોતાની વાડીમાં ખાતર ખોળવાનું કામ કરી રહ્યા હતા. તે દરમિયાન પડોશની વાડીના માલિકો દ્વારા JCB મશીનથી શેઢો ખોદવામાં આવતો હોવાનું ધ્યાનમાં આવતા તેમણે વિરોધ નોંધાવ્યો હતો. આક્ષેપ મુજબ વિરોધ કરતા મુકેશભાઈ ગણેશભાઈ સોલંકી અને ગણેશભાઈ ભાષાભાઈ સોલંકી ઉશ્કેરાઈ ગયા હતા અને બંનેએ લાકડીઓ વડે તુલશીભાઈને માર માર્યો હતો. હુમલામાં તેમને શરીરના વિવિધ ભાગોમાં ઈજાઓ પહોંચી હતી. ઘટના દરમિયાન હાજર JCB