હાલોલના ચંદ્રપુરા GIDCમાં આવેલ એક રૂમમાં રહેતી પરિણીત મહિલાએ અગમ્ય કારણોસર ઝેરી દવા પી આત્મહત્યા કરી લેતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. શિલ્પાબેન જાલમસિંહ પરમારે અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા ચકચાર મચી જવા પામી છે શિલ્પાબેનને સારવાર માટે સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા,પરંતુ ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.બાદમાં તેમના મૃતદેહને પીએમ રૂમમાં મોકલી પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે બનાવ અંગે એડી નોંધ કરી તપાસ શરૂ કરી છે.