ઉમરાળા: સમઢીયાળા ગામે ગંગાસતી પાનબાઇના મંદિરમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ
ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં માણસોને બાતમી મળેલ કે અગાઉ મંદીર ચોરીઓનાં ગુન્હામા પકડાયેલ બહાદુરસિહ જોરૂભા વાઘેલા સોના-ચાંદિનાં દાગીનાંની થેલી લઇને જવાહર મેદાનમાં બસ પાર્ક કરેલ છે તેની ઓથે બેઠેલ છે. જે બાતમીવાળી જગ્યાએ આવતાં નીચે મુજબના મુદામાલ સાથે માણસ હાજર મળી આવેલ. જે તેની પુછપરછ કરતાં જણાવેલ કે, આજથી આશરે દસેક દિવસ પહેલા સમઢીયાળા ગામ ખાતે આવેલ ગંગાસતી પાનબાઇ આશ્રમમા દર્શન કરવા ગયેલ ત્યારે મંદીરમાથી ત્રણેય પગરખાની ચોરી કરેલ હોવાનું જણાવેલ.