સુત્રાપાડા: સુત્રાપાડાના કદવાર ગામમાં દિવસે દીપડાનો આતંક:સંજય નગર વિસ્તારના CCTVમાં કેદ થયો દીપડો, વન વિભાગે પેટ્રોલિંગ વધાર્યું
ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના કદવાર ગામમાં દીપડાની હાજરીથી લોકોમાં ભય ફેલાયો છે. ગામના સંજય નગર વિસ્તારમાં દિવસના સમયે દીપડો જોવા મળ્યો હતો. આ ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.સીસીટીવી ફૂટેજમાં દીપડો વિસ્તારમાં નિર્ભયપણે ફરતો જોવા મળ્યો હતો. દિવસના સમયે દીપડાની હાજરીથી સ્થાનિક રહીશો ભયભીત થયા છે. લોકોએ સલામતી માટે પોતાના ઘરોમાં રહેવાનું પસંદ કર્યું છે.