પાલીતાણા: બગદાણા ની ઘટનાને લઈને પાલીતાણા તાલુકાના કોળી સમાજના સરપંચોની ગારીયાધાર રોડ ખાતે બેઠક યોજાઈ
થોડા દિવસો પહેલા બગદાણા ખાતે નવનીતભાઈ બાલધીયા નામના કોળી યુવાન પર થયેલ જીવલેણ હુમલાના અનુસંધાને આજે રાત્રે ગારીયાધાર રોડ પર આવેલ એક રેસ્ટોરંટ ખાતે પાલીતાણા તાલુકાના કોળી સમાજના સરપંચો અને તાલુકા પંચાયતના સભ્યો દ્વારા એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય આરોપીનું નામ ફરિયાદમાં દાખલ કરવામાં આવે અને આગામી દિવસોમાં ન્યાય માટે કેવી લડત લડવી તેની આ મીટિંગમાં ચર્ચા વિચારણા કરવામાં આવી હતી