ભીમાસર ગામનો યુવાન CISFની ટ્રેનિંગ પૂર્ણ કરીને માદરે વતન આવતા પરિવારજનો સાથે ગ્રામજનો દ્વારા સામૈયું કરી વાજતે ગાજતે સ્વાગત કરાયું હતું. વાગડ રાજપુત ભીમાસર ગામના રાજપૂત શૈલેષસિંહ અખાજી સોલંકીએ આર્મીની ટ્રેનિંગ પૂર્ણ કરી વતન આવતા સમસ્ત અઢારે આલમ ભીમાસર ગામના લોકો દ્વારા રેલી સ્વરૂપે સ્વાગત કરવામાં આવ્યું હતું.