તળાજા: તળાજામાં છરી વડે હુમલો કરનાર ચાર આરોપીઓ સામે ગુનો નોંધાયો
ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં છરીથી હુમલાનો ગંભીર બનાવ સામે આવ્યો છે, જેમાં કાકા-ભત્રીજા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. મળતી માહિતી મુજબ, તારીખ 25 એપ્રિલની રાત્રે તળાજાના દિનદયાળનગર વિસ્તારમાં મયુરભાઈ મકવાણા પોતાના ઘરની બહાર બેઠા હતા ત્યારે આરોપી સાહિલ કુરેશી અને નૌશાદ ત્યાં આવી પહોંચ્યા હતા. આરોપીઓએ પહેલા ગાળો આપી ધમકી આપી અને થોડા સમય બાદ ફરીથી આવી હુમલો કર્