ભરૂચ શહેર અને જિલ્લામાં ફરી એકવાર ચોમાસું જમ્યું છે.એક અઠવાડિયાના વિરામ બાદ સાર્વત્રિક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે વિતેલા 24 કલાકમાં ભરૂચ જિલ્લાના તમામ 9 તાલુકામાં અનરાધાર વરસાદ નોંધાયો હતો. સૌથી વધુ વરસાદ હાંસોટ તાલુકામાં 3 ઇંચ અને વાલીયા તાલુકામાં 2.5 ઇંચ વરસાદ નોંધાયો હતો.વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે તો ઠેર ઠેર પાણી જ પાણીના દ્રશ્યો નજરે પડી રહ્યા છે. ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય થતાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.