નાંદોદ: નર્મદા જિલ્લામાં યોજાયેલી મહા રક્તદાન શિબિરનો સિવિલ હોસ્પિટલ રાજપીપલા ખાતેથી પ્રારંભ કરાવતા જિલ્લા કલેક્ટર એસ.કે.મોદી
Nandod, Narmada | Sep 16, 2025 કલેક્ટરશ્રી એસ.કે.મોદીએ જણાવ્યું કે, આકસ્મિક સંજોગોમાં લોહીની જરૂરિયાત ઊભી થાય ત્યારે તાત્કાલિક લોહી મેળવવું મુશ્કેલ બનતું હોય છે. પરંતુ આ રક્તદાન શિબિરથી આપણા જિલ્લાને ફાયદો થશે. જિલ્લામાં તબીબી સેવાઓ આપી રહેલા ડોક્ટર્સ આદિવાસી જિલ્લામાં આરોગ્ય સેવાનું કાર્ય કરી રહ્યા છે અને સતત કરતા રહેશે. શહેરી વિસ્તારમાં તો સામાન્ય રીતે અનેક લિકલ્પો હોય છે પરંતું આ જિલ્લામાં આરોગ્ય સેવાના વિકલ્પો નહીવત છે ત્યારે સિવિલ હોસ્પિટલના ડોક્ટર્સની ભૂમિકા વધી જાય છે.