મહુવા: મહુવા રાજુલા હાઇવે પર અકસ્માતમાં ત્રણ લોકો ઇજાગ્રસ્ત પોલીસ ફરિયાદ નોંધાય
અમરેલી જિલ્લાના રાજુલા નજીક નેશનલ હાઈવે પર હિટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો છે. વાંગરથી રાજુલા આવી રહેલા બાઈકને પાછળથી એક સફેદ રંગની સ્વિફ્ટ ડિઝાયર કારએ ટક્કર મારતા ત્રણ ભાઈઓ ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માત બાદ કારચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. ફરિયાદ મુજબ, રાજુલાના સલાટવાડા વિસ્તારમાં રહેતા રિયાઝભાઈ રજાકભાઈ ડુંગરિયા પોતાની મોટરસાયકલ (GJ-04-FQ-5159) પર ભાઈ તોફિકભાઈ અને રિઝવાનભાઈ સાથે વહેલી સવારે વાંગરથી રાજુલા આવી રહ્યા હતા. તે દરમિયાન વાંગરથી આગળ ઠાકર