દસાડા: સુરેન્દ્રનગર SOG પોલીસે બજાણા પોલીસ મથક વિસ્તારમાંથી ગેરકાયદેસર બંધુક સાથે એક ઝડપાયો
બજાણા પોલીસ મથક વિસ્તારમાં જ્યારે સુરેન્દ્રનગર SOG પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન ચોક્કસ બાતમીના આધારે ગેરકાયદેસર બંધુક સાથે એક શખ્સની બાતમી મળતા બાતમી વાળા સ્થળે વોચ ગોઠવતા વશરામ ઉર્ફે કિરણભાઈ વાંટિયા મૂળ રહે.નાની કઠેચી લીંબડી વાળો હાલ.ઝેઝરી વાળાને ઝડપી પાડ્યો હતો અને તેની પાસેથી સિંગલ બેરેલ મઝરલોડ બંધુક કિંમત રૂ.2000 સાથે ઝડપી પાડી બજાણા પોલીસને સોંપી ગુન્હો નોંધ્યો હતો.