જાફરાબાદ: ગુમ થયેલા મોબાઇલને જાફરાબાદ ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તાર ખાતેથી શોધી લેતી પોલીસ
જાફરાબાદ ટાઉન પોલીસ દ્વારા ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ હેઠળ પ્રશંસનીય કામગીરી હાથ ધરવામાં આવી છે. પોલીસ ટીમે ગુમ થયેલા અનેક મોબાઇલ ફોન શોધી કાઢી, તેમનો હકદાર માલિક શોધીને મૂળ માલિકોને પરત આપ્યા છે. આ કામગીરીથી સ્થાનિક નાગરિકોમાં આનંદ અને પોલીસ પ્રત્યે વિશ્વાસનો માહોલ સર્જાયો છે.