રાજ્યમાં વર્ષ ૨૦૨૩ થી NIC ના સહયોગથી "One Nation One Challan" એપ્લિકેશનના માધ્યમથી વાહનચાલકોને દંડની રકમ ઓનલાઇન ચૂકવવાની સુવિધા ઉપલબ્ધ હતી જેમાં, વાહન ચાલકો દંડની રકમ નેટ બેંકિંગ, ડેબિટ/ ક્રેડિટ કાર્ડ, યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (UPI) એમ-પરીવહનની સાઇડ ઉપરથી ભરી શકતા હતા હવે આ સુવિધામાં વધારો કરીને BBPS પ્લેટફોર્મ એટલે કે, ડાયરેક્ટ Google Pay, Phone Pay, BHIM UPI, Yono SBI એપ્લીકેશન મારફતે વાહન ચાલકો સીધે-સીધી દંડની રકમ ભરપાઇ કરી શકશે.