મહુવા: મહુવામાં ડીઝલ અછતની અફવાએ મચાવી દોડધામ, પેટ્રોલ પંપ પર લાગી લાંબી લાઈનો
મહુવા શહેરમાં આજે ડીઝલ અછતની અફવાઓ વચ્ચે પેટ્રોલ પંપ પર લોકોની લાંબી લાંબી કતારો જોવા મળી હતી. ખાસ કરીને ખેડૂત વર્ગ મોટી સંખ્યામાં ડીઝલ ભરાવવા માટે પંપ પર ઉમટી પડ્યો હતો. પ્રાપ્ત માહિતી મુજબ હાલ ચાલી રહેલી આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ અને યુદ્ધ જેવી ચર્ચાઓના પગલે લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. જેના કારણે ખેડૂતો અને વાહનચાલકો એ અગાઉથી જ ડીઝલનો જથ્થો ભરાવવા લાઈનો લગાવી દીધી હતી. મહુવાના પેટ્રોલ પંપ મેનેજર કેતન વ્યાસે જણાવ્યું હતું કે લોકોને ગભરાવાની જરૂ