માંગરોળ: સેલારપુર ગામે ગુજરાત સરકાર ખેતીવાડી વિભાગ પ્રેરિત કૃષિ પાક સર્વેની કામગીરી કરતા યુવકને ઝેરી સાપે ડંખ માર્યો
Mangrol, Surat | Sep 20, 2025 માંગરોળ તાલુકાના સેલારપુર ગામે ગુજરાત સરકાર ખેતીવાડી વિભાગ પ્રેરિત કૃષિ પાક સર્વેની કામગીરી કરતા યુવકને ઝેરી સાપે ડંખ માર્યો હતો જયદીપભાઇ સહદેવભાઈ ચૌધરી આઉટસોર્સિંગથી કૃષિ પાક સર્વેની કામગીરી કરે છે આ યુવક ખેતરમાં કૃષિ પાકનો સર્વે કરવા ગયો હતો ત્યારે ઝેરી સાપે ડંખ મારતા તાત્કાલિક 108 ની મદદથી સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવાયો હતો અને ત્યારબાદ યુવક ને સારવાર મળતા યુવક સ્વસ્થ થઈ રહ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે