કાલાવડના કુંભનાથપરા શેરી નં. ૨માં રહેતા રાજેશ પ્રાણજીવનભાઈ ચાવડા નામના વેપારીને પોતાની ચામુંડા પાન નામની દુકાનમાં પતંગ માટે ના નાયલોન પ્લાસ્ટીક દોરા માંજા, ચરખી પોતાના કબ્જામાં રાખી આ અંગેના જાહેરનામાનો ભંગ કરતા ટાઉન પોલીસ દ્વારા તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.