મહુવા: મહુવા નગરપાલિકાના JCBના દુરુપયોગનો આક્ષેપ, તપાસની માંગ
ભાવનગર જિલ્લાના મહુવા શહેરમાં સરકારી JCBના કથિત દુરુપયોગને લઈને વિવાદ ઊભો થયો છે. વોર્ડ નંબર-1ના કાઉન્સિલર ભરતભાઈ બારૈયાએ મહુવા નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરી સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસ કરવાની માંગ કરી છે. મળતી માહિતી મુજબ, સ્વામિનારાયણ મંદિર નજીક આવેલા રહેણાંક વિસ્તારમાં મહુવા નગરપાલિકાનું સરકારી JCB એક ખાનગી પ્લોટ સમતળ કરતું હોવાનું જોવા મળ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ ઘટનાને લઈને કાઉન્સિલર ભરતભાઈ બારૈયાએ સ્થળ પર જઈ ફોટોગ્રાફ