અમદાવાદમાં એસઓજીએ નરોડા વિસ્તારમાં આવેલા સાવરિયા શેઠ પાન પાર્લર પર રેડ કરી ગાંજાનું વેચાણ કરતા બે શખસોને પકડી પાડ્યા છે. આરોપીઓ 'ગોગો પેપર'ના નામે ગ્રાહકોને ગાંજો વેચતા હતા. પોલીસે સ્થળ પરથી આશરે 92,000ની કિંમતનો 1 કિલો 650 ગ્રામ ગાંજો કબજે કર્યો છે. પકડાયેલા બે આરોપીઓ વિરુદ્ધ નાર્કોટિક્સ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.