બાબરકોટ ગામે અલ્ટ્રાટેક સિમેન્ટ કંપની દ્વારા ગેરકાયદેસર માઈનિંગ, બેફામ બ્લાસ્ટિંગ, જાહેર રસ્તાઓનું ખનન અને ગૌચર જમીનને નુકશાન પહોંચાડવાના ગંભીર આક્ષેપો થયા છે. વારંવાર ફરિયાદો છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી ન થતા સરપંચ દ્વારા ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ 2020 અંતર્ગત કંપની સામે ગુનો દાખલ કરવા કલેક્ટરને લેખિત રજૂઆત કરાઈ છે.