ગીર સોમનાથ SOG એ સોશ્યલ મીડિયા પર તલવાર સાથે પોસ્ટ મૂકનાર ઇસમને વડવિયાળા ગામેથી પકડી પાડી કાર્યવાહી હાથ ધરી
Veraval City, Gir Somnath | Sep 14, 2025
ગીર સોમનાથ SOG દ્વારા સોશ્યલ મીડિયા પર પોસ્ટ મૂકવા બદલ વધુ એક કાર્યવાહી.SOG ના ઇન્ચાર્જ પીઆઇ એન.એ.વાઘેલાના માર્ગદર્શન હેઠળ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન વડવિયાળા ગામના યુવકે સોશ્યલ મીડિયા પર તલવાર સાથેની પોસ્ટ મૂકી હોવાનું ધ્યાને આવતા પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી.યુવક પાસે રહેલ તલવાર પણ પોલીસે કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી છે.