રાપર: લઘુશંકા કરીને પરત રોડ પર આવતા કાર અડફેટે યુવકનું મોત,ફતેહગઢ શિવગઢ રોડ પર બન્યો બનાવ
Rapar, Kutch | Nov 1, 2025 બે યુવકોબમોટરસાઈકલપર રાપરથી મોવાણા જતા હતા ત્યારે રસ્તામાં બંને બાઈક પાર્ક કરી લઘુશંકા કરવા ગયા હતા. જેઠા કોળી લઘુશંકા કરીને પરત રોડ પાસે ગયા હતા. ત્યારે માર્ગ પર યમ બનીને દોડી જતી કોઈ અજાણી ફોર વ્હિલર ગાડીએ યુવાનને હડફેટે લીધો હતો અને આરોપી વાહન હંકારીને પલાયન થઈ ગયો હતો. અકસ્માતમાં યુવાનને ગંભીર પ્રકારની ઈજાઓ થતાં મોત નીપજ્યું હતું