મહુવા: મહુવામાં કેરીની વખારની આડમાં દારૂનો જથ્થો ઝડપાયો : પોલીસે 22 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો
ભાવનગર જિલ્લાના મહુવા શહેરમાં ટાઉન પોલીસે પ્રોહિબિશન હેઠળ મોટી કાર્યવાહી હાથ ધરી કેરીની વખારની આડમાં છુપાવી રાખવામાં આવેલ વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. મળતી માહિતી મુજબ મહુવા ટાઉન પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે કાળભૈરવ મંદિર પાસે તોરણ એપાર્ટમેન્ટની નીચે આવેલી દુકાનમાં કેરીના ગોડાઉનની આડમાં અંગ્રેજી દારૂનો જથ્થો રાખી વેચાણ કરવ