રાજકોટ પશ્ચિમ: દિપાવલી પર્વ નિમિત્તે પ્રદ્યુમન પાર્ક ઝૂમાં સુવિધાઓ વધારાઇ, સોમવારે પણ ઝૂ ખુલ્લું રહેશે
દીપાવલી પર્વ નિમિત્તે પ્રદ્યુમન પાર્ક કરવામાં આવેલ વ્યવસ્થાઓ વિશે આજે બપોરે 4:30 વાગ્યાની આસપાસ ગાર્ડન શાખાના સુપ્રીમ ટેન્ડે નિવેદન આપતા જણાવ્યું હતું કે, આ વર્ષે અંદાજિત 60,000 જેટલા લોકો દીપાવલીના પર્વ દરમિયાન મુલાકાતે આવશે. જેને લઈને તહેવારો દરમિયાન ટિકિટ બાઈઓ વધારવામાં આવી છે આ ઉપરાંત, સામાન્ય દિવસોમાં સોમવારે બંધ રહેતું ઝૂ આ સોમવારે ખુલ્લુ રહેશે જે તે વધુને વધુ મુલાકાતીઓ આ ઝૂની મુલાકાત લઈ શકે. આ ઉપરાંત સિક્યોરિટીમાં પણ વધારો કરાયો છે.