દસાડા: દસાડા તાલુકા પંથકમાં ઠંડીનો પારો ગગડયો : આગામી સમયમાં ઠંડી વધવાની હવામાન વિભાગની આગાહી
દસાડા તાલુકામાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં કેટલાક દિવસોથી ઠંડીના પ્રમાણમાં નોંધપાત્ર વધારો થવા પામ્યો છે ત્યારે રાત્રીના સમયે તાપમાન માં ઝડપી ઘટાડો થતા લોકોને ઠંડીનો અહેસાસ થયો હતો ત્યારે આગામી દિવસોમાં આનાથી પણ વધારે ઠંડી પડવાની હવામાન વિભાગ દ્વારા સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યારે દસાડા તાલુકામાં કચ્છનું નાનું રણ આવેલું છે જેથી ઠંડીનો પારો અહીં સૌથી નીચે જાય છે.