તળાજા: તળાજા નજીક એસટી બસની ટક્કરથી બાઈક સવાર બે લોકો ગંભીર ઇજાગ્રસ્ત
ભાવનગર જિલ્લામાં તળાજા નજીક ગંભીર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. આજે તારીખ 7 એપ્રિલ 2026, મંગળવારના રોજ સાંજે અંદાજે 6 વાગ્યાના સમયે ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર રોયલ બાયપાસ ચોકડી પાસે એસટી બસ અને ટુ-વ્હીલર વચ્ચે જોરદાર ટક્કર સર્જાઈ હતી. આ અકસ્માતમાં બાઈક પર સવાર બે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યા છે. ટક્કર એટલી જોરદાર હતી કે બાઈકને ભારે નુકસાન પહોંચ્યું