ગઢડા: ગઢડા તાલુકાના પીપળીયા ગામે ધોળા દિવસે તસ્કરોએ તરખડાટ મચાવ્યો,સોના-ચાંદીના દાગીના રોકડ રકમ સહિત રૂ.1,82,200 ની ચોરી થઈ
Gadhada, Botad | Sep 24, 2025 બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના પીપળીયા ગામે ધોળા દિવસે તસ્કરોએ તરખડાટ મચાવ્યો છે.બંધ મકાનના તાળા તોડી સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ સહિત રૂ.1,82,200 ની ચોરી અજાણ્યા ઈસમ ફરાર થયા છે.આ ચોરીની ઘટનામાં શેરવાળી બુટી,કાનની બુટી,સોનાનો ચેન,પગમાં પહેરવાના ચાંદીના છડા,રોકડા 20,000 રૂપિયા મળી કુલ-1,82,200 ના મુદ્દામાલ ની ચોરી કરીને ફરાર થઈ જતા ગોવિંદભાઈ માવજીભાઈ ચૌહાણ એ ગઢડા પોલીસ મથકમાં અજાણ્યા ઈસમ વિરૂધ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે..