વલસાડ: સ્ટેડિયમ રોડ સહિતના અલગ અલગ વિસ્તારોમાં વેપારીઓ સાથે સાંસદ દ્વારા જીએસટી ઉત્સવ ની ઉજવણી કરી
Valsad, Valsad | Sep 25, 2025 ગુરૂવારના આઠ કલાકે કરેલી મુલાકાત ની વિગત મુજબ હાલ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જીએસટી ઓછું કરવામાં આવ્યું છે જેને લઇ સમગ્ર દેશમાં જીએસટી ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે વલસાડ ના સાંસદ| ધવલ પટેલે વલસાડના સ્ટેડિયમ રોડ સહિતના અલગ અલગ વિસ્તારોમાં આવેલા વ્યાપારીઓ સાથે મુલાકાત કરી વ્યાપારને સરળ બનાવવા અર્થવ્યવસ્થા બાબતને લઈ જીએસટી ઉત્સવ મનાવ્યો હતો અને તેઓને સ્વદેશી જ વસ્તુ વેચાણ કરવા અને ખરીદવા આગ્રહ કર્યો હતો અને વિવિધ બાબતે સૂચનો પણ આપ્યા