મહુવા: ભાદરોડ-રોહીસા રોડ પર કારમાં પીછો કરી હુમલો કર્યાનો આક્ષેપ, ત્રણ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ
મહુવા તાલુકાના ખડસલીયા ગામના એક ખેડૂત પર ટ્રેક્ટરના પાસિંગના વિવાદને લઈને જીવલેણ હુમલો થયાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. ઘટનામાં ખેડૂતને માથાના ભાગે તલવારનો ઘા વાગતા ઇજા પહોંચી હતી અને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ફરિયાદ મુજબ ખડસલીયા ગામના ઘનશ્મભાઈ મધુભાઈ કાતરીયા પોતાના ટ્રેક્ટર સાથે દુધેરી ગામ તરફ જઈ રહ્યા હતા ત્યારે ભાદરોડ નજીક આવેલા પંપ પાસે માંડણ ગામના બીપીનભાઈ મકવાણા મળ્યા હતા. ટ્રેક્ટરના પાસિંગ બાબતે જૂનો વિવાદ હોવાને કાર