મહુવા: જાધપર ગામે મંદિરમાં ચોરી મામલે ઉગ્ર વિરોધ : બારૈયા સમાજની આક્રોશ રેલી
ભાવનગર જિલ્લાના દાઠા નજીક આવેલા જાધપર ગામે ચામુંડા માતાજીના મંદિરમાં થયેલી ચોરીના બનાવે હવે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. બે માસ પહેલાં બનેલી આ ચોરીની ઘટનામાં અત્યાર સુધી કોઈ ચોક્કસ કાર્યવાહી ન થતાં, આજે સમસ્ત બારૈયા સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો. સમાજના લોકો મોટી સંખ્યામાં ભેગા થઈ દાઠા વિસ્તારમાં વિશાળ આક્રોશ રેલી યોજી હતી અને બાદમાં દાઠા પોલીસ સ્ટેશન ખાતે