અમદાવાદ શહેર: અમદાવાદમાં આગામી 4 દિવસ ગાજવીજ સાથે વરસાદ મચાવશે તાંડવ
નવરાત્રિમાં ખેલૈયાઓના રંગમાં ભંગ પડશે. આગામી 4 દિવસ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. આગામી 28 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર દરમિયાન રાજ્યમાં ભારે વરસાદની સંભાવના છે. જેમાં બનાસકાંઠા, પાટણ અને મહેસાણા સિવાય રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી છે. આ દિવસોમાં ગાજવીજ સાથે 30થી 40 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે. બંગાળની ખાડીમાં વોલમાર્ક લો પ્રેશર સક્રિય થતા રાજ્યમાં વરસાદની વકી છે. આ કારણે અમદાવાદમાં આજે વાદળછાયા વાતાવરણ સાથે હળવા વરસાદની શકયતા છે.