ગોધરા તાલુકાના મહેલોલ ગામે અવધપુરી મેદાન ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષ નિમિત્તે ‘વિરાટ હિન્દુ સંમેલન’ યોજાયું. આસપાસના ૧૭ ગામોમાંથી ૧૮૦૦થી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા, જેના કારણે સમગ્ર વિસ્તાર ભક્તિ અને રાષ્ટ્રભાવનાથી ગુંજી ઉઠ્યો. કાર્યક્રમમાં સંત પ્રસાદ સ્વામી, રશ્મિ ભટ્ટ ગુુરૂજી, ભાનુભાઈ પંચાલ અને કૌશિક મહારાજે પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું. સંઘના ૧૦૦ વર્ષ પૂર્ણ થતા ‘પંચ પરિવર્તન’નો સંદેશ આપતા સામાજિક સમરસતા, પર્યાવરણ સંરક્ષણ, કુટુ