પલસાણા: પલસાણા ગ્રામને રાષ્ટ્રીય ઇ-શાસન પુરસ્કાર 2025 માટે પસંદગી, 22 સપ્ટેમ્બરે, વિશાખાપટ્ટનમ ખાતે ઇ-ગવર્નન્સ કોન્ફરન્સમાં અપાશ
Palsana, Surat | Sep 17, 2025 સુરત જિલ્લાની પલસાણા ગ્રામ પંચાયતને 'ડિજિટલ ઇન્ડિયા' હેઠળ રાષ્ટ્રીય ઇ-શાસન પુરસ્કાર (NAeG) 2025 માટે પસંદ કરાઈ છે. આ પુરસ્કાર 22-23 સપ્ટેમ્બર, 2025ના રોજ વિશાખાપટ્ટનમ ખાતે યોજાનારી 28મી રાષ્ટ્રીય ઇ-ગવર્નન્સ કોન્ફરન્સમાં આપવામાં આવશે. એવોર્ડ લેવા તારીખ 21 સપ્ટેમ્બરના રોજ સરપંચ પ્રવીણભાઈ આહિર, જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ, તલાટી કમ મંત્રી પ્રિયાંક મોદી, સહિત પાંચ લોકો વિશાખાપટ્ટનમ એવોર્ડ લેવા જશે.