ઘાટલોડિયા: ખેડૂતના આપઘાત મુદ્દે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીની પ્રતિક્રિયા
આજે રવિવારે બપોરે 2 વાગ્યાની આસપાસ પોતાના નિવાસ સ્થાનેથી કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ માહિતી આપતા જણાવ્યુ હતુ કે ખેડૂતના આપઘાતની ઘટના દુઃખદ અને ચિંતાજનક. કમોસમી વરસાદના કારણે ગુજરાતના ખેડૂતો આર્થિક પાયમાલ થયા.સર્વેના નાટક બંધ કરી ભાજપ સરકારે ખેડૂતોને પૂરેપૂરું વળતર ચૂકવવું જોઈએ.અન્ય કોઈ ખેડૂત આવું પગલું ન ભરે તે માટે સરકારે ખેડૂતોના દેવા માફ કરવા જોઈએ.