બાબરા: બાબરા નજીક ચિતલ ગામે બેકાબુ ખટારાનો તાંડવ — મુખ્ય બજારમાં ઘૂસી વાહનોને હડફેટે લઇ ઘૂસ્યો દુકાનમાં
Babra, Amreli | Nov 13, 2025 બાબરા નજીકના ચિતલ ગામમાં એક બેકાબુ ખટારાએ મુખ્ય બજારમાં ઘૂસી જતાં અફરાતફરી મચી ગઈ. ખટારાએ રસ્તા પર ઉભેલા અનેક વાહનોને હડફેટે ચડાવ્યાં અને એક દુકાનમાં ઘૂસી ગયો. અકસ્માતમાં પીજીવીસીએલનો વીજપોલ, અનેક બાઈકો અને દુકાનને નુકસાન થયું છે. સદ્નસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. પોલીસ અને સ્થાનિક તંત્ર ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે.