ગાંધીનગર: ટ્રાફિક પોલીસ દ્વારા કોબા કમલમ પાસેનો કટ લોખંડની સાકળથી બંધ કરાયો
કોબા કમલમ કટ એટલે કે મોતનો કટ સમાન છે.બ્લેક પોઈન્ટ સમાન આ જોખમી કટ અગાઉ ટ્રાફીક પોલીસ દ્વારા સલામતિ અંતર્ગત અનેક વખત લોખંડના સળિયા તેમજ તાર વડે બંધ કરવામા આવ્યો હતો. પરંતુ ઘડીકના છઠ્ઠા ભાગમાં આ કટ મનસ્વી પણે વાહન ચાલકો ખોલી નાખી જોખમી રીતે વાહન ક્રોસ કરે છે. અકસ્માતના આ બનાવ અટકાવવા અટકાવવાના ભાગરુપે પો,ઈન્સ્પેકટરની સુચના અનુસાર ઈન્ફોસીટી તેમજ ટ્રાફીક પોલીસના જવાનોએ સાથે મળીને લોખંડની સાંકળ,બેરીકેડ અને તાળા વડે જડબેસલાક રીતે બંધ કરવામાં આવ્યો છે.