ચોરીના મોટરસાયકલ સાથે હરિયાળા પ્લોટ વિસ્તારમાંથી એક ઇસમને ઝડપી લેતી એલસીબી
Bhavnagar City, Bhavnagar | Sep 17, 2025
ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) દ્વારા વાહન ચોરીના ગુનાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. LCBએ ભાવનગરના સુરેશ ઉર્ફે બબન હિરાલાલ રોહિડા નામના ઈસમની, રૂ. ૩૦,૦૦૦ની કિંમતની ચોરાયેલી મોટર સાયકલ સાથે ધરપકડ કરી છે. પૂછપરછમાં જાણવા મળ્યું છે કે આ મોટર સાયકલ અમદાવાદના ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ સાથે નોંધાયેલી છે. પોલીસે વધુ કાયદેસરની કાર્યવાહી માટે સુરેશને ગંગાજળીયા પોલીસ સ્ટેશનને સોંપ્યો છે.