ગોધરા: કિન્નર સમાજ માટે સમાધીની જમીન ફાળવવાની માગ સાથે જિલ્લા સેવાસદન કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું #jansamasya
ગોધરા શહેરના કિન્નર સમાજે સમાધી માટે જમીન ફાળવવાની માગ સાથે જિલ્લા સેવાસદન કચેરીમાં આવેદનપત્ર આપ્યું. ગાદીપતિ નાયક સંગીતાદે હીરાદે નાયકે જણાવ્યું કે કિન્નર સમાજના સભ્યનું અવસાન થાય ત્યારે અંતિમ સંસ્કાર માટે નિશ્ચિત જગ્યા નથી, જેના કારણે સમાજને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. હાલ ગોધરા શહેરની હદમાં કિન્નર સમાજ માટે સમાધી માટે કોઈ વ્યવસ્થા નથી. સમાજે તંત્રને વિનંતી કરી છે કે સન્માનપૂર્વક અંતિમ વિધિ માટે યોગ્ય જગ્યા તાત્કાલિક ફાળવી આપવામાં આવે