ઉનાના પાતાપુર ગામે 60 ફૂટ ઊંડા કૂવામાં દીપડો ખાબક્યો,વનવિભાગે સુરક્ષિત રેસ્ક્યુ કરી દીપડાને પાંજરે પૂર્યો
Veraval City, Gir Somnath | Sep 24, 2025
ઊનાના પાતાપુર ગામે 60 ફૂટ ઊંડા કૂવામાં શિકારની શોધમાં આવેલ દીપડો ખાબક્યો હતો.બિહારીદાસ દુધરેજીયા નામના વ્યક્તિની વાડીમાં દીપડો ખાબક્યો હોવાની જાણ થતા વનવિભાગને જાણ કરાઈ હતી. વનવિભાગનો સ્ટાફ દોડી આવ્યો અને દીપડાનું રેસ્ક્યુ કરી સુરક્ષિત બહાર કાઢ્યો.પ્રાથમિક પરીક્ષણ માટે દીપડાને મોકલી આપવામાં આવ્યો.