મહેમદાવાદ: સણસોલી સીમ વિસ્તારમાં જય દ્વારકાધીશ ફાર્મ હાઉસમાંથી પોલીસે જુગાર રમતા 6 ઈસમોને રૂ.1.49 લાખની મત્તા સાથે ઝડપી પાડ્યા
સણસોલી સીમ વિસ્તારમાં આવેલા જય દ્વારકાધીશ ફાર્મ હાઉસમાં પોલીસે દરોડો પાડી જુગાર રમતા 6 ઈસમોને ઝડપી પાડ્યા. અટકાયત કરેલ ઈસમોની પૂછપરછ કરતા મિત્રો ભેગા મળી નાળના પૈસા ઉઘરાવી ફાર્મહાઉસના માલિકને આપતાં હોવાની કબૂલાત કરી હતી. આ બનાવ અંગે પોલીસે દાવ પરથી અંગઝડતી અને મોબાઈલ મળી કુલ રૂ. 1.49 (એક લાખ ઓગણપચાસ હજાર )નો મુદ્દામાલ જપ્ત કરી ગુનો નોઘી કરી કાર્યવાહી.