મહુવા: વરસાદ નહીં, ગટરના પાણીમાં તર્યું મહુવાનું ગાયત્રીનગર! ગંદકીથી લોકો ત્રાહિમામ
ભાવનગર જિલ્લાના મહુવા શહેરમાં થોડા વરસાદે જ તંત્રના વિકાસના દાવાઓની પોલ ખોલી નાખી છે. ગાયત્રીનગર વિસ્તારમાં વરસાદી પાણી સાથે ગટરના ગંદા પાણી ભરાઈ જતાં સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રસ્તાઓ પર ગંદકી ફેલાતાં લોકોમાં રોગચાળાનો ભય પણ ઉભો થયો છે. સ્થાનિકોએ તંત્ર અને જનપ્રતિનિધિઓ સામે ઉગ્ર રોષ વ્યક્ત કર્યો છે. જોઈએ આ અંગેનો અહેવાલ. મહુવાના ગાયત્રીનગર વિસ્તારમાં વરસાદ બાદ રસ્તાઓ પર ગટરના ગંદા પાણી ભરાઈ જતાં સમગ્ર વિસ્તાર જાણે