વઢવાણ: ધ્રાંગધ્રા સીટી પોલીસ મથકના કોન્સ્ટેબલને સુરેન્દ્રનગર એસીબી ટીમે રૂપિયા 30 હજારની લાંચ લેતા ઝડપી લીધા
ધ્રાંગધ્રા સીટી પોલીસ મથકના પોલીસ કોન્સ્ટેબલ રૂ.૩૦ હજારની લાંચ લેતા સુરેન્દ્રનગર ACB ના રંગે હાથે ઝડપાયા.ધ્રાંગધ્રા સીટી પોલીસ મથકના પોલીસ કોન્સ્ટેબલ માંગીલાલ કાળુભાઇ પઢીયારને રૂ.૩૦ હજારની લાંચ લેતાં ACB ટીમે ધ્રાંગધ્રાના આંબેડકર સર્કલ, પીજીવીસીએલના ગેટ પાસે થી ઝડપી લીધા.અરજદારના દિકરા વિરુદ્ધ દાખલ થયેલ પોકસો અને બળાત્કારનાં ગુન્હામાં તેમજ કેસ ચાલે ત્યાં સુધી મદદ કરવા માટે પોલીસ કોન્સ્ટેબલે લાંચ માંગી હતી.