પલસાણા: જોળવા પાટિયા વિનસ મિલ સામેથી રસ્તો ઓળંગી રહેલા એક પરપ્રાંતિય શ્રમજીવીને અજાણ્યા વાહને ટક્કર મારતા મોત નિપજ્યું
Palsana, Surat | Sep 20, 2025 વીનસ મિલની સામે રસ્તો ઓળંગી રહેલા ઈસમને કોઈ અજાણ્યો વાહનચાલક જેના પુરા નામ-સરનામાની ખબર નથી નાઓએ પોતાના કબ્જાનુ વાહન પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી ફરીયાદી અખીલેશકુમાર સત્યનારાયણ તિવારીના મિત્ર 32 વર્ષીય નરેન્દ્ર જગદેવ સિંહ મૂળ ઉત્તરપ્રદેશ અને હાલ રહે જોળવા પાટીયા, જી.બી. કોમ્પલેક્ષ, નાઓ રોડ ક્રોસ કરતા હતા ત્યારે ટક્કર મારી માથાના ભાગે તેમજ ડાબા પગે ગંભીર ઇજાઓ તથા શરીરે ઓછી-વતી ઇજાઓ પોહચાડી સારવાર મળે તે પહેલા મોત નીપજાવી નાસી ગયો.