વિસનગર: વિસનગર વિધાનસભા: મતદાર યાદીનો પ્રાથમિક ડ્રાફ્ટ જાહેર, ૨૬,૪૯૬ મતદારોના નામ કમી; ૧૭ ફેબ્રુઆરીએ પ્રસિદ્ધ થશે આખરી યાદી
વિસનગર વિધાનસભા મત વિસ્તારમાં શરૂ કરાયેલ મતદાર સુધારણા યાદીનો પ્રાથમિક ડ્રાફ્ટ તૈયાર થતાં અા યાદીમાં 88.86 ટકા અેટલે 2,11,264 મતદારોઅે પોતાના ફોર્મ સબમીટ કર્યા હતા જ્યારે 26496 મતદારોના નામ પ્રાથમિક તબક્કે કમી કરવામાં અાવ્યા છે જેમને હજુ પણ તક મળશે અને પોતાની વાંધા અરજી રજૂ કરી શકશે તેમજ ફાઇનલ યાદી 17 ફેબ્રુઅારી 2026ના રોજ પ્રસિધ્ધ કરાશે તેવું પ્રાંત અધિકારી વિકાસ રાતડાઅે જણાવ્યું હતું.