દાંતા: અંબાજી મંદિર ચાચર ચોકમાં ભારે ભીડ વચ્ચે ચપ્પલ પહેરી લોકોએ કર્યો મંદિરમાં પ્રવેશ.
અંબાજી મંદિર ચાચર ચોકમાં ભારે ભીડ વચ્ચે ચપ્પલ પહેરી અનેક લોકો પહોંચ્યા મંદિરમાં.આજે સાંજે સાત કલાક આસપાસ મળતી વિગત પ્રમાણે. હાલમાં દિવાળી વેકેશન લઇ અંબાજી ખાતે ભક્તોની ભારે ભીડ છે.જ્યારે આ ભીડ વચ્ચે ભક્તો ચપ્પલ પગરખા પહેરી મંદિરમાં પહોંચ્યા હતા અનેક ભક્તો મંદિર ચાચર ચોકમાં ચપ્પલ પહેરી તો અનેક ભક્તો મંદિર સાત નંબર ગેટની અંદર ચાચર ચોક પાસે મૂકતા જોવા મળ્યા હતા જેના વિડિયો હાલ સામે આવ્યા છે.