તિલકવાડા: તિલકવાડા ખાતે રાવણ દહન કરીને દશેરા પર્વની ધામ ધૂમ થી ઉજવણી કરવામાં આવી
તિલકવાડા નગરના મોગલાય માતાના મંદિર ખાતે દર વર્ષ ની પરંપરાને અનુસાર આ વર્ષે પણ ભવ્ય મેળા નું આયોજન કરવામા આવ્યુ. આ મેળામાં ભક્તો ખૂબ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા. આ મેળામાં ધાર્મિક મંત્રોચ્ચાર સાથે સસ્ત્ર પૂજન કરવામાં આવ્યું. ત્યાર બાદ મહા આરતી કરવામાં આવી. જેમાં હજારો ભક્તો જોડાયા હતા. કાર્યક્રમના અંતે તિલકવાડા પી આઇ એસ કે ગામીત. તથા તાલુકા ભાજપા પ્રમુખ ગૌરાંગ બારીયા ના હસ્તે રાવણ સળગાવીને ભારે ધામધૂમથી દશેરા પર્વની ઉજવણી કરવામાં આવી.